રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય31 જુલાઈ, 2025| Super Admin

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં…!!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં…!!

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે. કંપની તેની ટેલિકોમ શાખા Jio Infocomm માંથી ફક્ત ૫% હિસ્સો વેચીને અંદાજીત રૂ.૫૨૦૦૦ કરોડ એટલે કે ૬ અબજ ડોલર જેટલો ફંડ ઉઘરાવવાનો પ્લાન બનાવી રહી છે. જો આ યોજનાને મંજૂરી મળશે, તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના રૂ. ૨૮૦૦૦ કરોડના અત્યારસુધીના સૌથી મોટા IPOનો રેકોર્ડ તૂટી જશે.

આ માટે રિલાયન્સે ભારતીય મૂડી બજાર નિયામક SEBI સાથે અનૌપચારિક ચર્ચાઓ શરૂ કરી છે. હાલના નિયમ મુજબ, કોઈપણ કંપનીએ ઓછામાં ઓછો ૨૫% હિસ્સો જાહેર કરવા ફરજીયાત છે, પરંતુ રિલાયન્સ માને છે કે બજાર હાલ આટલી મોટી રકમ શોષી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી કંપની SEBI સમક્ષ ખાસ છૂટછાટ માંગે છે, જેથી ઓછા હિસ્સાવાર પણ IPO લાવી શકાય.

આ IPO વિશ્વનાં મોટાં ટેક રોકાણકારો માટે એક્ઝિટનો રસ્તો બનાવી શકે છે. Meta અને Google જેવા પ્લેયર્સે ૨૦૨૦માં Jio Platformsમાં ૨૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું હતું. આજે Jioનું મૂલ્ય ૧૦૦ અબજ ડોલરથી વધુ આંકવામાં આવે છે, છતાં રિલાયન્સ હજુ યૂઝર બેઝ અને રેવન્યુ વધારવા પર જોર આપી રહી છે.

અગાઉ રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે કંપનીએ ૨૦૨૪ માટે IPO યોજનાઓ સ્થગિત કરી હતી, પણ હવે ફરીથી બજારની ગતિશીલતા પ્રમાણે ટાઈમલાઇન પર વિચાર કરી રહી છે. હવે સૌની નજર ઓગસ્ટમાં થનારી રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) પર છે, જ્યાં Jioના IPO અને SEBIના નવા નિયમોને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.



Source link

સંબંધિત સમાચાર