બિહારની પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહા હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી બીમાર હતી. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારદાને બિહારની નાઇટિંગેલ કહેવામાં આવતી હતી. શારદા સિંહા 72 વર્ષના હતા.
મંગળવારે મોડી સાંજથી શારદા સિંહાની તબિયત લથડવા લાગી હતી. સાંજથી કિડનીની તકલીફ વધી ગઈ હતી. તેમનું ક્રિએટિનાઇન પણ વધી ગયું હતું. તેમનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું હતું. વેન્ટિલેટર પર જ તેમનું મૃત્યુ થયું હતું. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મ ભૂષણના પુરસ્કારો પણ મળ્યા હતા.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયવિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારે લીધો મોટો નિર્ણય
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયઅર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે લગ્ન કર્યા
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયઆબુમાં ૫૦૧ બ્રહ્માકુમારી બહેનોના રક્તદાન સાથે મહા અભિયાનનો પ્રારંભ
2 દિવસ પહેલા
રાષ્ટ્રીય'વંદે માતરમ પર કોંગ્રેસ ઘેરાઈ ગઈ, શરમના ડરથી રાહુલ ગાંધી નવું નાટક રચી રહ્યા છે'
2 દિવસ પહેલા
