રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા9 જૂન, 2025| Super Admin

વાવ; વન વિભાગ ના રેસ્ક્યુ બાદ ત્રણે કપિરાજ પીંજરે પુરાતાં ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો

વાવ; વન વિભાગ ના રેસ્ક્યુ બાદ ત્રણે કપિરાજ પીંજરે પુરાતાં ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો
છેલ્લા એક માસ થી વાવ શહેર માં તોફાની કપિરાજ 11 લોકો ને ઘાયલ કરી ગ્રામજનો ની ઉંઘ હરામ કરી દીધી હતી.જે બાબતે વન વિભાગની 3 બાહોશ મહિલા ફોરેસ્ટરે સતત ત્રણ દિવસ સુધી વાવ શહેરના વિવિધ વિસ્તારોમાં રાત દિવસ ભૂખ્યા તરસે રોકાઈ રેસ્ક્યુ કરી ગત રોજ વહેલી સવારે વાવ શહેરના મહેતા વાસ વિસ્તાર માં વહેલી સવારે રેસ્કયુ કરી ત્રણ તોફાની કપિરાજ ને એરગન થી બે ભાન કરી પીંજરે પુરી લીધા હતા. જેથી કરીને ગ્રામજનો અને વન વિભાગની ટીમે હાશકરો અનુભવ્યો હતો. જો કે વન વિભાગની મહિલા ફોરેસ્ટ ટીમે લોકો ને અપીલ કરી હતી.કે લોકો વાનર ના સમ્પર્ક થી દુર રહે જેથી કરી તેઓ ખોરાકની શોધમાં શહેર છોડી જંગલ વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ કરે જેથી કરી લોકો ને કરડવાના કિસ્સા વધુ પ્રકાશમાં ન આવે જોકે ફોરેસ્ટ વિભાગની ત્રણ બાહોશ મહિલાની સરાહનીય કામગીરી ને લોકો એ બિરદાવી હતી.

સંબંધિત સમાચાર