ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા ઈચ્છતા પૂર્વ અગ્નિવીરો માટે મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. હવે પૂર્વ અગ્નિવીરોને કોઈપણ લેખિત પરીક્ષા આપ્યા વગર સીધી ભરતીનો લાભ મળશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ૯ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા નવા સુધારા નિયમો મુજબ, અગાઉ શારીરિક કસોટીમાંથી મુક્તિ મેળવનાર અગ્નિવીરોને હવે લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. સુરતમાં આ અંગે જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ સુધારાથી અગ્નિવીરો માટે પોલીસ વિભાગમાં ખાખી વર્દી પહેરવાનું સ્વપ્ન વધુ સરળ બનશે. જો કે, અગાઉની જેમ વયમર્યાદામાં છૂટછાટના નિયમો યથાવત રહેશે.
પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત પોલીસ ભરતીમાં મોટો નિર્ણય: લેખિત પરીક્ષામાંથી મળી મુક્તિ!

સંબંધિત સમાચાર
ગુજરાતખાવડા સોલાર પાર્ક ખાતે ભયાનક અકસ્માત, સાત લોકોના મોત
1 દિવસ પહેલા
ગુજરાતકચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને બંગાળના મુખ્યમંત્રીઓની હાજરીમાં 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નું સમાપન થયું
1 દિવસ પહેલા
ગુજરાત6,500 કિલો વનસ્પતિ ચરબી, લાખો નકલી લેબલ જપ્ત... નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
2 દિવસ પહેલા
