અરવલ્લીમાં બિપરજોય વાવાઝોડાની અસર:મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડમાં ધોધમાર વરસાદ; વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપરજોય વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના માલપુર, મોડાસા, બાયડ, ધનસુરા અને મેઘરજ પંથકમાં ભારે તોફાન અને પવન સાથે વરસાદ ખાબક્યો છે. માલપુર તાલુકા સહિત સજ્જનપુરા કંપા, ગોવિંદપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે મોડાસાના વરથું, ઇસરોલ, મારડીયામાં વરસાદ ધનસુરા તાલુકાના વડાગામ, આકરુંદ જામઠામાં વરસાદ, બાયડ તાલુકાના દખનેસ્વર, બાયડ, સાઠંબામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. એક તરફ અસહ્ય ગરમી બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજુ પણ આગામી સમયમાં વરસાદની શક્યતા છે.