રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત3 ઑક્ટોબર, 2026| Super Admin

ખંભરા મંદિર ચોરી પ્રકરણમાં ચડ્ડી બનિયાન ગેંગના ચાર ઝડપાયા

ખંભરા મંદિર ચોરી પ્રકરણમાં ચડ્ડી બનિયાન ગેંગના ચાર ઝડપાયા

અંજાર તાલુકાના ખંભરા ગામે આવેલ પ્રાચીન મતિયાદેવ મંદિરમાં રાત્રિના સમયે દાનપેટીની ચોરી કરનાર ચડ્ડી-બનિયાન ગેંગના ચાર આરોપીઓને અંજાર પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ સફળ કામગીરી પીઆઈ એચ. એ. જાડેજાની ટીમે કરી છે, જેમાં પોલીસે ₹૨૪,૯૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા ચારેય આરોપીઓ દાહોદ અને રાજકોટના છે, જ્યારે અન્ય ત્રણ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી એમ.પી. ચૌધરીની સૂચનાથી પીઆઈ એચ.એ. જાડેજા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે વર્ષામેડી-મેઘપર કેનાલ નજીકથી દરોડો પાડી મિથુન વરસીંગ મોહનીયા, અંશુ બચુ કટારા, દિનેશ શબુરભાઈ ડામોર અને સમુ નબળાભાઈ મોહનીયાની અટકાયત કરી હતી.

પૂછપરછ દરમિયાન મિથુને કબૂલાત કરી હતી કે અગાઉ વીજ લાઈનની મજૂરી કરતી વખતે તેણે આ મંદિરમાં ચોરીનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેઓ રાજકોટથી બોલેરો પીકઅપ ગાડીમાં ૭ સાગરીતો સાથે આવ્યા હતા અને ખંભરાના મતિયાદેવ મંદિરની દાનપેટી તેમજ સિનુગ્રાની વાડીમાંથી મોબાઈલની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ₹૪,૯૬૦ રોકડા અને ૪ મોબાઈલ ફોન (કુલ કિંમત રૂ. ૨૪,૯૬૦) જપ્ત કર્યા છે. આ ગુનામાં સામેલ અન્ય ૩ ફરાર આરોપીઓ જબલો ડામોર, સુમલો કટારા અને સાગર મોહનીયાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર