તો ક્યાંક ખામી છે

વિચાર વૈભવ
વિચાર વૈભવ

સત્યનો આગ્રહ હતો પ્રથમથી જ. કોઈનો ડર ન રાખવો જોઈએ. એવી પણ માન્યતા. એટલે જ સાચું લાગે તે કહું, સાચું જ કહું. એમ પણ માનું કે સામો માણસ કંઈક ખોટો હોય છે એટલે સત્ય સહન કરી શકતો નથી, અને મારામાં તેને કટુતા દેખાય છે. 
પછી અનુભવ ને આત્મનિરીક્ષણને અંતે મને એવી ખાતરી થઈ કે સત્ય જા મૃદુતાથી રજૂ ન કરી શકાય અને સાંભળનારના ચિત્ત ઉપર જા તેનો ધક્કો લાગે, તો આપણામાં જ કાંઈક ખામી છે. ઊંડા ઊતરતાં મને એમ પણ લાગ્યું કે સત્ય જા નિર્વિકાર ભાવે રજૂ કર્યું હોય તો, સાંભળનાર તે પ્રમાણે વર્તે કે ન વર્તે, આપણી સચ્ચાઈ વિશે તો તેને શંકા ન રહે અને તેમાં કઠોરતાનો અનુભવ ન થાય. ઘણીવાર માણસ ભયથી ખોટું બોલે  છે અને તેને કારણે જ સત્યથી ભડકે છે. તો, સામા માણસને આપણો ભય ન લાગવો જાઈએ. તે અમુક વાત કરશે કે અમુક રીતે વર્તશે, તો આપણે નારાજ થઈશું ને તેને જાઈતો લાભ નહીં મળે, એવું તેને થવું ન જાઈએ. આપણે બીજાથી ભય ન પામીએ. તેમ બીજાઓ આપણાથી ભય ન પામે, એવી Âસ્થતિએ પહોંચવાનો પ્રયત્ન હોવો જાઈએ. 
સત્યને પ્રિય થવાની જરૂર નથી, એ માન્યતા બદલાઈ ગઈ છે. સત્ય જા પ્રિય ન થાય તો ક્યાંક ખામી રહેલી છે. એમ સમજી આત્મનિરીક્ષણ કરવું જાઈએ. હું જાગ્રત રીતે પ્રયત્ન કરું છું; હજુ ઘણો પંથ કાપવાનો બાકી છે. 
– મોરારજી દેસાઈ 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.