કમ્પ્યુટર વિનાના પરિવારો

વિચાર વૈભવ
વિચાર વૈભવ

એવું ઘર મળવું મુશ્કેલ છે કે જ્યાં ટેલિવિઝન ન હોય. સાંજ પડે છે અને મુંબઈની ધારાવીની ઝુંપડપટ્ટીમાં પણ એક સાથે હજારો ટેલિવિઝન સેટ ચાલુ થઈ જાય છે. હકીકતમાં જેમના ઘરમાં બાળકો વિદ્યાભ્યાસ કરતા હોય તેમણે કોઈ પણ કિંમતે કે હપ્તા પદ્ધતિથી નાનકડુ કમ્પ્યુટર ખરીદી લેવું જાઈએ. કોમ્પ્યુટરની સજ્જતા વિનાનો સમાજ હવે આગળ ચાલી શકે તેમ નથી. એ સમાજમાં તમારા બાળકોએ જવાનું છે તે કમ્પ્યુટરના વિવિધ કમ્પ્યુટરથી સજ્જ થયેલો સમાજ છે. કમ્પ્યુટરમાં કુશળતા પ્રાપ્ત કરવાથી કંઈ રાતોરાત મહાન નથી બની જવાતું પરંતુ જે સમયે તમારો બાળક એમ કહે છે કે મને આ નથી આવડતું તે સમયે તેની Âસ્થતિ હાસ્યાસ્પદ થાય છે. પ્રાથમિક રીતે અત્યંત જરૂરી એવા કમ્પ્યુટર જ્ઞાનથી બાળકોને વંચિત ન રાખી શકાય અને આ જવાબદારી માત્ર શાળા પર પણ ન રાખી શકાય. જેમની ખરીદશÂક્ત ઓછી હોય તેઓ ટી.વી. વેચીને પણ કમ્પ્યુટર ખરીદી શકે છે. 
– ગિજુભાઈ ભરાડ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.