લગન
જર્મન સંગીતકાર જાહાન્નીસ બ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવાર હંગેરી દેશમાં સંગીતના કાર્યક્રમો આપવા નીકળેલા. એક દિવસ કાર્યક્રમ શરૂ થવાને થોડી જ વાર હતી ત્યાં મૅનેજરે આવીને તેમને જણાવ્યું કે, ‘‘આખા રંગભવનમાં માત્ર એક શ્રોતા બેઠેલો છે. તેને ટિકિટના પૈસા પાછા આપીને આજનો કાર્યક્રમ રદ કરીએ તો સારું.’’
‘‘નહીં, નહીં,’’ બ્રાહ્મે ભાર દઈને કહ્યું, ‘‘એ તો પેલા માણસનું અપમાન કહેવાય. સંગીત સાંભળવા માટે તો આવ્યો છે. એની ઈચ્છા પૂરી થવી જ જાઈએ.’’
નિયત સમયે પડદો ખૂલ્યો અને મંચ પરથી બ્રાહ્મે એવી લગન સાથે સંગીત રજૂ કર્યુ કે જાણે રંગભવન આખું ખીચોખીચ ભરેલું હોય!
– સુખબીર