ગુલાબ

વિચાર વૈભવ
વિચાર વૈભવ

 
 
 એક નાનું ગામ… 
તેમાં ત્રણ મિત્રો રહે.. 
એક ભગત હતો, બીજા કાછિયો હતો અને ત્રીજા અખાડાનો પહેલાવાન હતો.. ભીમશંકર નામે ભગત રોજ મંદિરમાં જઈ ભગવાનની ભÂક્ત કરે… કનૈયાલાલ નામે કાછિયો રોજ લારીમાં શાકભાજી લઈ જઈ ઘેર- ઘેર વેચતો ફરે.. પૂરણમલ નામે પહેલવાન સવાર – સાંજ અખાડામાં દંડ બેઠકની કસરત કરે, કરાવે.. 
એક વખતની વાત છે. ત્રણેય મિત્રો ભગત, કાછિયો ને પહેલવાન સાથે ફરવા- ગામમાં લટાર મારવા નીકળ્યા છે. 
ફરતાં ફરતાં તે ત્રણેય ગામ બહાર નદી કિનારે જઈ પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ ઉપર એક પંખી બેઠું હતું. પંખી ઝાડની ડાળ પર બેઠું બેઠું કલરવ કરી રહ્યું હતું. 
તે સાંભળી ભીમશંકરે પૂછ્યુંઃ ‘બોલો, આ પંખી શું કહી રહ્યું છે? તમને શું સંભળાય છે? કયું ગીત ગાઈ રહ્યું છે?’
કનૈયાલાલ કાછિયો કહેઃ ‘પંખી કોઈ ગીત નથી ગાતું. પણ એ તો બોલે છે. ધાણા- મરચાં- હળદર, ધાણાં- મરચાં- હળદર, ધાણાં- મરચાં- હળદર…’
એટલે તરત જ પૂરણમલ પહેલવાન ઊભો થયો અને બોલ્યોઃ ‘એ એવું કાંઈ નથી બોલતું… તે તો બોલે છે દંડ- બેઠક- કસરત, દંડ- બેઠક- કસરત, દંડ- બેઠક- કસરત…’
ભીમશંકરે કહ્યું- ‘પંખી શું કહે છે, મને ખબર નથી… પણ મને જે સંભળાય છે તે કહું છું. પંખી કહે છે- મહાવીર- ગૌતમ- પારસ, મહાવીર- ગૌતમ- પારસ, મહાવીર- ગૌતમ- પારસ… ’
આ કાલ્પનિક કથા કહીને ગુરુદેવે કહ્યુંઃ ‘કોણ શું બોલે છે? એ મહત્વનું નથી. આપણે શું સાંભળીએ છીએ, તે મહત્વનું છે. પંખી શું બોલે છે? તે કોઈને ખબર નથી. પણ દરેકને જે સાંભળવું છે, તે જ સંભળાય છે. દરેકને પોતાના મતલબનું જ સંભળાય છે. 
કાછિયાને વનસ્પતિના નામો સંભળાય છે, તો પહેલવાનને કસરતના શબ્દો સંભળાય છે. ભક્તને ભગવાનના નામો સંભળાય છે.તો વૈધ- ડાક્ટરને દવા ઔષધના નામો સંભળાય છે. 
જેવી વ્યÂક્ત, તેવી અભિવ્યÂક્ત…’
પછી વાતને થોડાક વળાંક આપીને ગુરુદેવે કહ્યું- આપણા ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા જ્યારે સમવસરણમાં બેસીને જગતના જીવોનાં દુઃખ હરનારી દેશના ફરમાવે છે, ત્યારે પરમાત્મા શું પ્રકાશે છે? તે મહત્વનું નથી રહેતું. શ્રોતાઓને શું સંભળાય છે, તે જ મહત્વનું બની રહે છે. 
પરમાત્મા એકના એક શબ્દોથી જુદી- જુદી ્‌વ્યÂક્તઓના મનમાં સંશય નાશ પામી જાય છે. જેના મનમાં જે શંકા હોય, તેના સમાધાન એક જ શબ્દથી મળી રહે છે. સમવસરણમાં બેસનારી દરેક વ્યÂક્તની જુદી- જુદી શંકાઓ ભગવાનના એક જ વાક્યથી ઓગળી જાય છે. 
કોઈને આત્મવિષયક શંકા હોય, તો કોઈને દેવવિષયક શંકા હોય.. કોઈને કર્મ વિષયનો પ્રશ્ન હોય તો કોઈ જીવને મનોગત પુણ્ય સંબંધી પ્રશ્ન હોય… કોઈને શરીર સંબંધી મૂંઝવણ હોય તો કોઈને મનોગત વેદના ઊભી હોય… કોઈને પરમાત્માનો સંશય હોય  તો કોઈને મોક્ષવિષયક સંદેહ હોય… જેને જે પ્રશ્નો હોય- શંકા હોય- સંશય હોય- સંદેહ હોય- સવાલ હોય- મૂંઝવણ હોય, તે સૌનું સમાધાન પરમાત્માના એક જ વાક્યથી યા શબ્દથી એક જ સમયે થઈ જાય. 
આપણા મનમાં જે પ્રશ્ન ઘુમરાતો હોય- ઘોળાતો હોય, તેના સમાધાનને લગતાં જ શબ્દો આપણને સંભળાય, અને સમાધાન થઈ જાય. 
‘આ છે પરમાત્માની વાણીના ૩પ (પાંત્રીસ) ગુણો પૈકીના એક ગુણનો મહામહિમ ચમત્કાર…’
– પં.રાજહંસવિજયજી ગણિ 
 
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.