ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર વિક્ટર નેયુચીના યોર્કર બોલની ચારે તરફ પ્રશંસા

Sports
Sports

(જી.એન.એસ)હરારે,તા.૩
ઝિમ્બાબ્વેની હાલમાં અફઘાનિસ્તાનની સામે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ રમી રહી છે. આ મેચ અબુ ધાબીના શેખ જાએદમાં રમાઈ રહી છે. પહેલા દિવસની રમત પૂરી થયા બાદ ઝિમ્બેમ્વેએ પોતાની પકડ મજબૂત કરવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મેચમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ચર્ચા થઈ છે તે છે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર વિક્ટર નેયુચીના યોર્કર બોલની.
આ મેચમાં અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વેના બોલર અફઘાનિસ્તાનના બેટ્‌સમેન પર હાવી રહ્યા છે. ખાસ કરીને વિક્ટર નેયૂચીએ પોતાની શાનદાર યોર્કર બોલ ફેંકી, તેમણે ફેન્સને પણ પોતાના દિવાના બનાવી લીધા હતા. ૈંઝ્રઝ્રએ નેયૂચીના આ ઘાતક બોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે હશમતુલ્લાહ શાહિદીને પોતાના શાનદાર યોર્કર બોલ દ્વારા બોલ્ડ કરતો જાેવા મળી રહ્યો છે. નેયૂચીનો આ બોલ એટલો ખતરનાક હતો કે બે સ્ટંપ હવામાં ઉડી જાય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ઝિમ્બેબ્વેએ અફઘાનિસ્તાનની ટીમને પહેલા દિવસે માત્ર ૪૭ ઓવરમાં ૧૩૧ પર ઓલઆઉટ કરી દીધી હતી. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે બીજા દિવસે ૬૦ ઓવર પૂરી થયા સુધીમાં ૬ વિકેટ પર ૨૧૦ રન બનાવી લીધા છે. આ મેચની પહેલી ઈનિંગમાં અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વેની લીડ ૭૯ રનની થઈ ચુકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.