આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થશે

Sports
Sports

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચ આવતીકાલથી શરૂ થશે.જેમાં બંને ટીમો સીરીઝ જીતવા માટે તાકાત લગાવી દેશે.આ સીરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના બંને ખેલાડીઓ ઘણા રેકોર્ડ તોડી શકે છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે.જેમાં ભારતના બેટ્સમેન વિરાટ કોહલી અને પુજારા પાસે રેકોર્ડ બનાવવાની તક છે,જ્યારે બીજીતરફ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્મિથ પાસે પણ મોકો છે.આ ઉપરાંત સ્પિનરમાં ભારતના અશ્વિન અને ઓસ્ટ્રેલિયના નાથન લિયોન પાસે રેકોર્ડ બનાવવા માટે તક છે.આ સમયે વિરાટને 25 હજાર આંતરરાષ્ટ્રીય રન પુરા કરવા માટે 64 રનની જરૂર છે.વિરાટ કોહલી આ માઈલસ્ટોન પાર કરતા વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બની જશે.જ્યારે ભારતના સ્પિનર અશ્વિન પાસે સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેવાનો મોકો છે જેના માટે તેને 1 વિકેટની જરૂર છે આ વિકેટ મેળવતા જ તે ભારત માટે સૌથી ઝડપી 450 વિકેટ લેનાર બોલર બની જશે.ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારતના બેટ્સમેન સચિનનો રેકોર્ડ તોડી શકે છે.સ્મિથે બોર્ડર ગાવસ્કર સીરીઝમાં 8 સદી ફટકારી છે,જ્યારે સચિનની 9 સદી છે.ત્યારે સ્મિથ જો બે સદી ફટકારે તો તે સચિનના સદીના રેકોર્ડને તોડવામાં સફળ થશે.ભારતીય બેટ્સમેન પુજારાને બોર્ડર ગાવસ્કર સીરીઝમાં 2000 રન પુરા કરવા માટે વધુ 107 રનની જરૂર છે.પુજારા 107 રન કરતા ભારતનો ચોથો અને ઓવરઓલ છઠ્ઠો બેટ્સમેન બની જશે.ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોન પાસે ભારત વિરુદ્ધ 100 ટેસ્ટ વિકેટ લેવા માટે 6 વિકેટની જરૂર છે જોતે 6 વિકેટ લેવામાં સફળ થશે તો તે અનિલ કુંબલે બાદ બોર્ડર ગાવસ્કર સીરીઝમાં 100 વિકેટ લેનાર બીજો બોલર બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.