યામાગુચીને હરાવી સિંધુ કોરિયાની સે-યંગ સામે ફાઈનલ મેચ રમશે

Sports
Sports

ભારતની બેડમિંટન સ્ટાર પી.વી.સિંધુએ જાપાનની સેકન્ડ સીડેડ ખેલાડી એકાને યામાગુચીને 21-15,15-21,21-19ના મુકાબલામાં હરાવીને બીડબલ્યુએફ વર્લ્ડ ટુરની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સિંધુ 2018માં ચેમ્પિયન રહી ચૂકી છે અને બીજીવખત બેડમિંટનની એલિટ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશી છે. ત્યારે ફાઈનલમાં સિંધુનો મુકાબલો સાઉથ કોરિયાની એન સે-યંગ સામે થશે. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન ધરાવતી એન સે-યંગે થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને સીધી ગેમ્સમાં 25-23,21-17થી મહાત કરી હતી. સિંધુ ચેમ્પિયન બનશે તો તેને 1.20 લાખ ડોલર્સ ઈનામમાં મળશે. ભારતનો બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેન સેમિફાઈનલમાં ડેનમાર્કના વિક્ટર એક્સલસન સામે 21-13,21-11થી હારી ગયો હતો. પી.વી. સિંધુએ તેની ગ્રૂપ મેચમાં ડેનમાર્કની લિન ક્રિસ્ટોફરસનને 21-14,21-16થી હરાવી હતી. જે પછી જર્મનીની વોન્ને લી સામે તેણે 21-10,21-13થી જીત હાંસલ કરી હતી. જ્યારે આખરી ગ્રૂપ મેચમાં સિંધુનો થાઈલેન્ડની ચોચુવોંગ સામે 21-12,19-21,21-14થી પરાજય થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.