ટોક્યો ઓલિમ્પિક પહેલાં ભારતને મોટો ફટકો રેસલર સુમિત મલિકનો ડોપ ટેસ્ટ પોઝિટિવ, UWW દ્વારા સસ્પેન્ડ

Sports
Sports

ન્યુ દિલ્હી,
ટોક્યો ઓલિમ્પિકના કેટલાક સપ્તાહ પહેલાં જ ભારતને મોટો ફટકો પડયો છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકેલો રેસલ સુમિત મલિક ડોપિંગમાં ફસાયો છે અને રેસલિંગની ઇન્ટરનેશનલ સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુડબલ્યુ) દ્વારા તેને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ભારતીય રેસલર પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવામાં દોષિત માલૂમ પડયો છે. આ મામલામાં ભારતની એન્ટિ ડોપિંગ એજન્સી નાડાએ કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી, પરંતુ ભારતીય રેસલિંગ ફેડરેશને સુમિતનો બચાવ કર્યો છે. નોંધનીય છે કે ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક પહેલાં પણ ભારતીય રેસલર નરસિંહ યાદવ ડોપિંગમાં સસ્પેન્ડ થયો હતો. તેને ઓલિમ્પિક મેડાલિસ્ટ સુશીલકુમારના સ્થાને મોકલવામાં આવ્યો હતો, પરંતુ રિયો પહોંચ્યા બાદ વાડાએ તેની ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો.
સુમિત મલિકનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વર્લ્ડ રેસલિંગ દ્વારા તેને ત્રીજી મેથી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જાેકે આ રેસલરનો બીજાે બી-સેમ્પલ રિપોર્ટ આવવાનો બાકી છે. એ-સેમ્પલમાં તેણે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટોક્યો ઓલિમ્પિક માટે ભારતે વિમેન્સ તથા મેન્સ કેટેગરીમાં ૪-૪ ક્વોટા હાંસલ કર્યા છે જે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ભારતની એન્ટિ ડોપિંગ એજન્સી નાડાએ શા માટે ચુપકીદી સેવી છે તે અંગે રહસ્ય સર્જાયું છે પરંતુ ઇન્ડિયન રેસલિંગ ફેડરેશનને ડબ્લ્યૂએફઆઇને જણાવ્યું હતું કે સુમિત ડોપિંગમાં દોષિત માલૂમ પડયો છે. ફેડરેશને જણાવ્યું હતું કે સુમિતે ૧૦મી જૂને બી-સેમ્પલ આપવાનું છે. તેણે કદાચ પોતાની ઘૂંટણની ઇજાના કારણે કોઇ આયુર્વેદિક દવા લીધી છે જેમાં પ્રતિબંધિત ડ્રગ્સ હતા. તેણે ભૂલથી આ દવા લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.