વર્લ્ડ જુનિયર શૂટિંગમાં ભારતે મેન્સ-વિમેન્સ ડબલ ટ્રેપ ઈવેન્ટમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા

Sports
Sports

વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે આખરી દિવસે વધુ ત્રણ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. ભારતે મેન્સ અને વિમેન્સ ડબલ ટ્રેપ ગ્રાં પ્રિ ઈવેન્ટમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીતીને ક્લિન સ્વિપ કરી હતી. જેમાં ભારતની માનવી સોની,યેશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર અને હિતાષા ડબલ ટ્રેપ ગ્રાં પ્રિ ઈવેન્ટમાં અનુક્રમે ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા હતા. જ્યારે આ ઈવેન્ટમાં ભારતના વિનય પ્રતાપસિંઘ ચંદ્રાવત ગોલ્ડ,સેહાજપ્રીત સિંઘ સિલ્વર અને મયંક શોખીન બ્રોન્ઝ જીત્યા હતા. આદર્શ સિંઘ,વિજયવીર સિદ્ધુ અને અનિશ ભાનવાલાએ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. આ સાથે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતના ગોલ્ડની સંખ્યા 13 થઈ ગઈ હતી. આ ઉપરાંત ભારતે 12 સિલ્વર અને 6 બ્રોન્ઝ મળી કુલ 31 મેડલ્સ જીતીને ટોચનું સ્થાન મજબુત કર્યું હતુ. જ્યારે અમેરિકા 7 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે કુલ 21 મેડલ્સ જીત્યું હતુ. જેઓ મેડલ ટેલિમાં બીજા ક્રમે રહ્યા હતા. મેન્સ 25 મીટર રેપિડ ફાયર ઈવેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમે જર્મન હરિફને 10-2થી હરાવીને ગોલ્ડમેડલ હાંસલ કર્યો હતો. ભારતના ઐશ્વર્ય પ્રતાપસિંઘ તોમર અને આયુષી પોદ્દારે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની મિક્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં જર્મનીના મેક્સ બ્રાઉન અને એન્ના જેન્સેનની જોડી સામે ભારતનો 17-31થી પરાજય થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.