
World Cup Squad: વર્લ્ડ કપ માટે આ ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડીને બતાવ્યો બહારનો રસ્તો
ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ભારતમાં યોજાશે. પાકિસ્તાને શુક્રવારે આ ICC ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. બાબર આઝમને ટીમની કમાન સોંપવામાં આવી છે. વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી આ ટીમમાંથી સ્ટાર ખેલાડીને બહાર થવું પડ્યું છે.
આ સ્ટાર પ્લેયર ટીમની બહાર
જે ખેલાડીનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે અન્ય કોઈ નહીં પણ નસીમ શાહ છે. જે એશિયા કપ દરમિયાન નસીમ ઈજાગ્રસ્ત થયો હતો. તેની જગ્યાએ હસન અલીને ભારતમાં રમાનાર 2023 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 15 ખેલાડીઓની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નસીમ શાહના આગામી ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ 29 વર્ષીય હસનને તક મળી છે.
2017 માં ડેબ્યૂ કર્યું
હસન અલીએ 2017માં ડેબ્યૂ કર્યા બાદ પાકિસ્તાન માટે 60 ODI મેચોમાં 30.36ની એવરેજથી 91 વિકેટ લીધી છે. તેની છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2023માં કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં હતી. એશિયા કપમાં ભારત સામેની સુપર 4 સ્પર્ધા દરમિયાન નસીમને ખભામાં ઈજા થઈ હતી અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
પીસીબીએ જારે કર્યું નિવેદન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શુક્રવારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “સંપૂર્ણ તબીબી તપાસ અને અગ્રણી તબીબી નિષ્ણાતો સાથે પરામર્શ પછી, નસીમને સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે.” તે ઓછામાં ઓછા 3-4 મહિનામાં સ્વસ્થ થવાની અપેક્ષા છે.
વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર જમાન, ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હરિસ રઉફ. , હસન અલી, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયર.