
આજથી વર્લ્ડ કપ 2023 ની શરૂઆત! જાણો ક્યારે અને ક્યા જોઈ શકાશે LIVE વોર્મ-અપ મેચ
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. દર વખતની જેમ આ વખતે પણ મુખ્ય ડ્રો પહેલા વોર્મ-અપ મેચો રમાશે. તમામ 10 ટીમો 2-2 વોર્મ-અપ મેચ રમશે. વર્લ્ડ કપની તમામ વોર્મ-અપ મેચો 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન યોજાશે અને તે 3 સ્થળો – તિરુવનંતપુરમ, હૈદરાબાદ અને ગુવાહાટીમાં યોજાશે.
વર્લ્ડ કપની તમામ વોર્મ-અપ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી રમાશે. તમે Disney+ Hotstar પર વોર્મ-અપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ મફતમાં જોઈ શકો છો.
વોર્મ-અપ મેચોનું જીવંત પ્રસારણ?
ICC વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ
રોહિત શર્માની ટીમ ગુવાહાટીમાં 30 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે તેની બીજી વોર્મ-અપ મેચ રમવાની છે. યજમાન ભારત તેની તમામ 9 મેચ મુખ્ય ડ્રોમાં અલગ-અલગ સ્થળોએ રમશે.
વર્લ્ડ કપ માટે વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ
29 સપ્ટેમ્બર
1. બાંગ્લાદેશ વિ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
2. દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
3. ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન, રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદ
30 સપ્ટેમ્બર
1. ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
2. ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
2 ઓક્ટોબર
1. ઇંગ્લેન્ડ વિ બાંગ્લાદેશ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
2. ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
3 ઓક્ટોબર
1. અફઘાનિસ્તાન વિ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
2. ભારત વિ નેધરલેન્ડ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
3. પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ