મહિલા આઇપીએલ આગામી 4 થી 26 માર્ચ દરમિયાન રમાશે

Sports
Sports

ભારતીય ક્રિકેટ બોર્ડની સૌપ્રથમ મહિલા આઇપીએલ વિમેન્સ પ્રીમિયર લીગ તરીકે ઓળખાશે.જેનું આયોજન આગામી 4 થી 26 માર્ચ દરમિયાન યોજાશે.જેમાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડી.વાય પાટિલ સ્ટેડિયમમાં પાંચ ટીમો વચ્ચે મહિલા આઇપીએલના સૌપ્રથમ તાજ માટે મુકાબલો રમાશે.જેમા ગુજરાત જાયન્ટ્સની સાથે દિલ્હી, મુંબઈ,બેંગાલુરુ અને લખનઉ વોરિયર્સ સહિતની ટીમો મહિલા આઇપીએલની પ્રથમ સીઝનમાં રમશે.જેની હરાજીનું આયોજન આગામી 13મી ફેબુ્આરીએ મુંબઈમાં યોજાશે.જેમાં અત્યારસુધીમાં 1500 જેટલા ખેલાડીઓએ નામ નોંધાવ્યા છે.જે હરાજીમાં પાંચેય ટીમ 90 ખેલાડીઓને ખરીદશે.ત્યારે પ્રત્યેક ટીમમાં 15 થી 18 ખેલાડીઓનો સમાવેશ કરી શકાશે.આમ સાઉથ આફ્રિકામાં શરૂ થનારો ટી-20 વિશ્વકપ 26મી માર્ચે પુરો થશે.જે પછી 4 માર્ચથી મહિલા આઇપીએલ શરૂ થશે.જેની ફાઈનલ આગામી 26મી માર્ચે રમાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.