ટી20 ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? 4 ખિલડીઓના નામ ટોપ લીસ્ટમાં  

Sports
Sports

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને શાનદાર રીતે હરાવીને ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે મોટો સવાલ એ છે કે ટી20 ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? ત્યારે ચાર ખિલાડીઓના નામ ટોપ લિસ્ટમાં છે.

હાર્દિક પંડ્યા: ટી20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. આ વર્લ્ડ કપમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પંડ્યાએ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રોહિત શર્માની નિવૃત્તિ બાદ એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે, જેમાં હાર્દિક પંડ્યાનું નામ સૌથી પહેલા લેવામાં આવી રહ્યું છે. હાર્દિક પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે, તેની કેપ્ટન્સીમાં ઘણી ટી-20 સિરીઝ પણ જીતી છે. આ સિવાય હાર્દિકે આઈપીએલની ત્રણ સિઝનમાં કેપ્ટનશિપ પણ કરી છે.

શુભમન ગિલ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. અગાઉ આઈપીએલ 2024માં ગિલ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જો ગિલની કપ્તાનીમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહેશે તો તેને આગામી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

શ્રેયસ અય્યર: ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર હાલ ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય પરંતુ તે કેપ્ટનશિપ માટે પોતાનો દાવો પણ રજૂ કરી શકે છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો હતો.

સૂર્યકુમાર યાદવ: રોહિત શર્મા બાદ ટી20 ટીમનો કેપ્ટન બનવા માટે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ પણ સામે આવી રહ્યું છે. સૂર્યકુમાર ટી20 ક્રિકેટના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. ટી20 વર્લ્ડ કપમાં પણ સૂર્યાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.