બોલ ક્રિકેટરે સ્ટેડિયમની બહાર પહોંચાડી દીધો, તો…હોટ ગર્લફ્રેન્ડે કરી દીધી એવી કોમેન્ટ કે…

Sports
Sports

શનિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) માં ઇશાન કિશનને (Ishan Kishan) ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઇનિંગ્સ ખોલવાની તક મળી. ઓપનર રોહિત શર્મા આ મેચ રમ્યા ન હતા. આ મેચમાં હેમસ્ટ્રિંગની ઈજાગ્રસ્ત રોહિતની જગ્યાએ કૈરન પોલાર્ડે કમાન સંભાળી હતી. આવી સ્થિતિમાં ઇશાન કિશન ક્વિન્ટન ડી કોક સાથે મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ્સ શરૂ કરવા આવ્યો હતો. મેચ દરમિયાન તેણે સિક્સર ફટકારી હતી અને બોલને સ્ટેડિયમની બહાર પહોંચાડી દીધો હતો. આવી સ્થિતિમાં તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ (Aditi Hundia) તેની પ્રતિક્રિયા આપી હતી. ઈશાન કિશન માટે આ પહેલીવાર નથી, જ્યારે તે ઓપનિંગ માટે આવ્યો હતો. ઇશાનને ત્યારે તક મળી હતી જ્યારે સૌરભ તિવારી ઇજાગ્રસ્ત હતો. કિશને તે મેચમાં 99 રન બનાવ્યા હતા, જોકે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઇ ઇન્ડિયન્સનો વિજય મેળવી શક્યો ન હતો, પરંતુ તેની ઇનિંગ્સ બેકાર રહી ન હતી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફરી એકવાર શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં તેણે 37 બોલમાં 68 રનની ઇનિંગ્સ રમી હતી અને મુંબઇ 10 વિકેટથી જીત મેળવી હતી. કિશન આક્રમક રીતે રમ્યો અને ડીકોકે જાગૃત ઇનિંગ્સ રમી. ઇશાને તેની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 183.78 હતો. તેણે આ સિઝનમાં 43.50 ની સરેરાશથી 261 રન બનાવ્યા છે. આ વચ્ચે ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડાઇ પણ તેના આ પરર્ફોમન્સથી ખુશ જોવા મળી, ઇશાને આ ઇનિંગ્સમાં એક એવી સિક્સર ફટકાપી જે સ્ટેડિયમ બહાર પહોંચી, ઇશાનની આ સિક્સર પર તેની ખુશી વ્યક્ત કરતા અદિતીએ આ શૉટનો એક વીડિયો તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શન આપ્યું છે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.