વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગે કોમેન્ટેટરમાથી નિવૃત્તિ લીધી

Sports
Sports 40

છેલ્લા ૩૦થી વધુ વર્ષોથી ક્રિકેટ કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે કાર્યરત રહેલા વિન્ડિઝના ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગે કોમેન્ટ્રીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આમ 67 વર્ષની ઉંમરે પહોંચેલા હોલ્ડિંગ કાયમન આઇલેન્ડ પર રહેતા તેમના પરિવારની સાથે સમય વિતાવવા ઈચ્છે છે. ફાસ્ટ બોલર તરીકે હોલ્ડિંગે ઈ.સ.1987મા નિવૃત્તિ લીધી હતી. તે સમયે તેમના નામે 391 વિકેટ હતી. તેઓ 60 ટેસ્ટ અને 102 વન ડે મેચ રમ્યા હતા. ક્રિકેટર તરીકે નિવૃત્તિ લીધા બાદ તેમણે કોમેન્ટેટર તરીકેની કારકિર્દી શરુ કરી હતી. જેમાં તેમને ભારે નામના મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.