વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટસમેન ક્રિસ ગેલે પ્રધાનમંત્રી અને ભારતનો આભાર માન્યો

Sports
Sports

વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક ઓપનર બેટસમેન ક્રિસ ગેલ તેની બેટિંગની સાથે બિન્દાસ્ત સ્વભાવના કારણે ભારતમા લોકપ્રિય છે.ત્યારે ક્રિસ ગેલે કેરેબિયન દેશોમાં વેક્સીન પહોંચાડવા બદલ ભારત સરકાર તથા પીએમ મોદીનો આભાર માન્યો છે.જેમાં ગેલે પીએમ મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે હું પીએમ મોદી,ભારતની જનતાને વેક્સીન આપવા બદલ ધન્યવાદ આપુ છું.આમ ક્રિસ ગેલ પહેલા વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટસમેન વિવિયન રિચર્ડસે પણ ભારતના વખાણ કરીને પીએમ મોદીનો આભાર માનતા કહ્યુ હતુ કે અમને કોરોના વેક્સીન આપવા બદલ ભારતનો આભાર અને ભારતના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના સબંધો વધારે મજબૂત બનશે.ભારત દ્વારા દુનિયાના બીજા દેશોને ભારતમાં બનેલી વેક્સીન મોકલાવીને તેમની સાથેના સબંધો વધારે મજબૂત બનાવવા માટેની નીતિ અપનાવવામાં આવી રહી છે.ત્યારે ભારત દ્વારા વેક્સીન મોકલવામાં આવી રહી છે જેમાં મુખ્યત્વે નાના દેશો સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.