અમે ફક્ત સચિનને આઉટ કરવા ઘણી પ્લાનિંગ કરતા હતાઃ નાસિર હુસૈન

Sports
Sports

નવી દિલ્હી,
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને કે સચિન તેન્ડુલકર અને તેમની ‘શાનદાર ટેક્નક’ ના કારણે તેમની ટીમે માત્ર આ મહાન ભારતીય બેટ્‌સમેનને આઉટ કરવાની રણનીતિ બનાવવા માટે અનેક બેઠકો કરવી પડતી હતી. તેન્ડુલકરે ૨૦૧૩માં સન્યાસ લેતા પહેલા બે દાયકા સુધી ભારતીય ક્રિકેટમાં દબદબો બનાવી રાખ્યો હતો. જેમા તેમના નામે બેટિંગના અનેક રેકોર્ડ બન્યા જેમાંથી ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવવા ઉપરાંત સૌથી વધુ આંતરરાષ્ટય સદીઓ કરવાનો રેકોર્ડ પણ સામેલ છે.
હુસૈને યાદ કરતા કે જ્યારે હું સર્વકાલિક બેટ્‌સમેનોની વાત કરું છું તો સચિન તેન્ડુલકરની ટેક્નક શાનદાર હતી. જ્યારે હું ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો તો અમે ફક્ત તેન્ડુલકરને આઉટ કરવાની ચર્ચા કરવા માટે કેટલી બેઠકો કરતા હતાં તે પણ યાદ નથી. તેઓ આંતરરાષ્ટય ક્રિકેટ પરિષદના પોડકાસ્ટ ‘ક્રિકેટ ઈનસાઈડ આઉટ’ના તાજા એપિસોડ પર ઈયાન બિશપ અને એલમા સ્મત સાથે વાત કરી રહ્યાં હતાં. હુસૈને કે મારા માટે સમગ્ર દુનિયામાં તમામ ભાગોમાં રણ બનાવવા ટેક્નક છે અને હું તેને પસંદ કરુ છું. જે સહજ ઢબે રમે છે અને બોલને બેટ પર આવવા દે છે. મારા હિસાબે કેન વિલિયમસન પાસે હાલના દોરમાં સૌથી સારી ટેક્નક છે. તેઓ બોલને સહજ ઢબે મોડેથી રમી શકે છે.
ટી૨૦ ક્રિકેટના કારણે ખેલાડીઓ વર્તમાનમાં ખુબ આક્રમકતાથી રમે છે. વિલિયમસન તમામ ત્રણેય ફોર્મેટમાં સારુ રમી શકે છે અને પ્રત્યેક મુજબ પોતાની રમતને બદલી શકે છે. બિશપે પણ કે તેમણે પોતાની કરિયરમાં જેટલા પણ બેટ્‌સમેનો સામે બોલિંગ કરી તેમાં તેન્ડુલરની સામે બોલિંગ કરવી ખુબ કપરું હતું. તેમણે કે ‘મે મારા કરિયરમાં જે પણ બેટ્‌સમેનો સામે બોલિંગ કરી તેમાંથી સચિન તેન્ડુલકર એક એવા હતાં કે જેમની સામે બોલિંગ કરવી ખુબ મુશ્કેલ રહેતું હતું. તેઓ હંમેશા ‘સ્ટ્રેટ લાઈન’માં હિટ કર્યા કરતા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.