વસીમ જાફરે ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું

Sports
Sports

મુંબઇ,
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન વસીમ જાફરે ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. જાફર રાજ્યની ટીમની પસંદગી પ્રક્રિયામાં દખલને લઈને નારાજ હતા અને તેનાથી દુઃખી થઈને તેણે પદ છોડવાનો ર્નિણય કર્યો છે. ઉત્તરાખંડ ક્રિકેટ સંઘે તેનું રાજીનામું સ્વીકારી લીધુ છે.
૨૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ રવા જઈ રહેલ વિજય હઝારે ટ્રોફી પહેલા ઉત્તરાખંડ ક્રિકેટ ટીમની પસંદગી થવાની હતી. જાફરે ઉત્તરાખંડ એસોસિએશનને મોકલેલ ઇમેલમાં લખ્યું છે કે, “હું દુખી મનની સાથે તમને જણાવી રહ્યો છું કે હું તાત્કાલીક અસરથી ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામુ આપુ છું. રાજ્યના આ પ્રતિભાશાળી ખેલાડીઓ પાસે અમર્યાદિત સંભાવનાઓ છે અને તેના માટે હું દુખી છું. હું તેને ઘણું શીખવાડવા માગતો હતો પરંતુ ખેલાડીઓની પસંદગી માટે પસંદગીકર્તા અને સચિવોના હસ્તક્ષેપને કારણે તેમને તક નથી મળી રહી. ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના માનદ સચિવ જાે આ રીતે કામ કરવાનું વાતાવરણ બનાવવા માગે છે જેમાં ટીમનું કલ્યાણ અને પ્રદર્શન સંબંધિત કેટલાક ર્નિણય લેવા દેશે, તો મારા માટે મુખ્ય કોચ તરીકે રહેવાનો કોઈ મતલબ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.