વિવિયન રિચાર્ડનએ ચોથી ટેસ્ટમાં સ્પિન ટ્રેક વાળી પિચ બનાવવા કહ્યું

Sports
Sports

જમૈકા,
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન વિવિયન રિચાર્ડનએ ભારત અન ઈંગ્લેન્ડની વચ્ચે અમદાવાદમા રમાયેલી ડે-નાઈટની પીચની ટીકા કરનારે આડેહાથ લીધા છે. તેમના નિશાને ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી છે જે મોટેરાની પીચને ટેસ્ટને યોગ્ય ગણતા નથી. રિચાર્ડને તેમને જવાબ દેતા કહ્યુ કે જાે તેમને મોકો મળે તો તેઓ ચોથી ટેસ્ટમાં પણ આવી જ પીચ બનાવેત.
તેમણે કહ્યુ કે, મને તાજેતરમાં જ ભારત અને ઈંગ્લેન્ડની બીજી અને ત્રીજી ટેસ્ટને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. મને હકિકતનાં આ સવાલને લઈને થોડી દુવિધા છે. કેમ કે જે વિકેટ ઉપર આ મેચ રમાઈ હતી, તેને લઈને બહુ સવાલો ઉભા કરવામા આવ્યા હતા, પીચ અંગે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. મને લાગે છે કે જે લોકો આ પીચની ટીકા કરી રહ્યા છે, મારા મતે તેને આ અહેસાસ હોવો જાેઈએ કે કેટલીક વાર તમને સીમિંગ ટ્રેક મળે છે. જેના પર ગુડ લેંથ પર ઉછાળ લઈને બોલ આવે છે અને કેટલીક વાર બેટ્‌સમેનોએ તેની સામે સંઘર્ષ કરવો પડે છે.
તેમણે કહ્યું કે હવે તમારે તેની બીજી સાઈડ જાેવી પડશે અને મને લાગે છે કે આજ કારણ છે કે તેને ટેસ્ટ મેચ ક્રિકેટ નામ આપવામાં આવ્યું છે. હકિકતમાં આ ફોર્મેટમાં રમતા સમયે તમારી ઈચ્છાશક્તિ અને માનસિક મજબૂતિનો ટેસ્ટ થાય છે. જાે તમે ફરિયાદ કરો છો કે પીચ ટર્નિંગ છે તો તે સિક્કાની બીજી બાજુ છે. લોકો તે ભુલી જાય છે કે જાે તમે ભારત જઈ રહ્યા છો તો તમારે આવી જ પીચની આશા રાખવી જાેઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.