
ઓડિશા ટ્રેન અકસ્માતના પીડિતોને વીરેન્દ્ર સેહવાગ મદદ કરશે
ઓડિશાના ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધુ છે.ત્યારે આ અકસ્માતમાં 280થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ત્યારે આવી સ્થિતિમાં દુર્ઘટનાના પીડિતોની મદદ માટે દરેક વ્યક્તિ આગળ આવી રહ્યા છે.ત્યારે પૂર્વ ભારતીય ઓપનરે પણ પીડિતોને મદદ કરવાનો નિર્ણય લીધો છે.જેમા સેહવાગે જાહેરાત કરી છે કે જે બાળકોએ અકસ્માતમા પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના શિક્ષણનો ખર્ચ તે ઉઠાવશે. ભારતીય પૂર્વ ખેલાડીએ તે બાળકોને સેહવાગ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે.આમ તમામ પરિવારો માટે પ્રાર્થના અને બચાવ કામગીરીમાં મોખરે રહેલા તમામ બહાદુર સ્ત્રી-પુરુષો,ડોકટરોની ટીમો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી રહેલા સ્વયંસેવકોને અભિવાદન.અમે બધા આમાં સાથે છીએ.આ પહેલીવાર નથી કે જ્યારે સેહવાગે ઉમદા પગલું ભર્યું હોય.આ અગાઉ પણ વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ તેણે શહીદ થયેલા જવાનોના બાળકોને આ ઓફર કરી હતી.સેહવાગ પહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગઈકાલે ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાને ખૂબ જ હેરાન કરનારી ગણાવી હતી અને અકસ્માતમાં પોતાના માતા-પિતાને ગુમાવનારા બાળકોને મફત શિક્ષણની ઓફર કરી હતી.જે અંગે ગૌતમ અદાણીએ કહ્યુ હતુ કે પીડિત અને તેમના પરિવારોને મદદ કરવી અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું એ દરેકની જવાબદારી છે.