
વિજય દેવરકોંડા હૈદરાબાદ વોલીબોલ ટીમના કો-ઓનર બન્યા
ફિલ્મફેર,નંદી અને એસ.આઈ.આઈ.એમ.એ સહિત કેટલાક પ્રતિષ્ઠિત પુરસ્કારોના વિજેતા દક્ષિણ ભારતના સુપરસ્ટાર વિજય દેવરકોંડા વોલીબોલ લીગમાં હૈદરાબાદ બ્લેક હોક્સ ટીમના કો-ઓનર બન્યા છે.જેઓ પેલી ચૂપુલુ અને અર્જુન રેડ્ડીમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા છે.ત્યારે વર્તમાનમાં તેઓ બ્લેક હોક્સના બ્રાન્ડ એમ્બેસેડર પણ હશે.બ્લેક હોક્સના ઓનર અભિષેક રેડ્ડી કંકનલાએ કહ્યુ હતું કે સહ-માલિક અને બ્રાન્ડ એમ્બેસેડર બંને તરીકે વિજયનું અમારી સાથે જોડાવાથી અમે ઉત્સાહિત છીએ.વિજય દેવરકોંડાએ આ ભાગીદારી વિશે કહ્યુ કે બ્લેક હોક્સ સ્પોર્ટ્સ ટીમ કરતા વધુ છે.આપણા સૌ માટે જે પોતાના તેલુગુ વારસાને ગર્વ સાથે પ્રદર્શિત કરે છે.આ તેલુગુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.અમારી ટીમ અને અમારી બ્રાન્ડને ભારતના તમામ ભાગો અને તેનાથી આગળ લઈ જવા માટે જે પણ કરવાનું હશે તે હુ કરીશ.એ 23 દ્વારા સંચાલિત વોલીબોલ લીગ ખાનગી માલિકીની ભારતીય વ્યાવસાયિક વોલીબોલ લીગ છે.જેમાં હૈદરાબાદ,અમદાવાદ,કલકત્તા,કાલીકટ,કોચ્ચિ,ચેન્નઈ,બેંગલુરુ અને મુંબઈની 8 ટીમ સામેલ છે.આ સિવાય સિઝનમાં વિભિન્ન ડિજિટલ પ્લેટફોર્મ પર 50 લાખથી વધુ ચાહકો જોડાયા.જે લીગની બીજી સિઝનમાં આગામી 4 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2023 સુધી 31 મેચો રમાશે.