યૂએસ ઓપન પર વાયરસનો ખતરો, દર્શકો વિના રમાઇ શકે છે ગ્રાન્ડસ્લેમ

Sports
Sports

ન્યૂયોર્ક,
આ વર્ષે યૂએસ ઓપન પર કોરોના વાયરસનું સંકટ છવાયેલું છે. ડિફેન્ડંગ ચેમ્પયન રાફેલ નડાલ અને સર્બિયાના નોવાક જાકોવિચ સહિત ઘણા મોટા ખેલાડી ગ્રાન્ડસ્લેમ ન રમવા પર વિચાર કરી રહ્યાં છે. તેવામાં આ ટૂર્નામેન્ટનું આયોજન દર્શકો વગર કરવામાં આવી શકે છે.
ન્યૂયોર્કમાં આ વર્ષે યૂએસ ઓપન ૨૪ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે રમાવાનું છે. ફોર્બ્સના સ્પોર્ટસ રિપોર્ટ પ્રમાણે યૂનાઇટેડ સ્ટેટ્‌સ ટેનિસ એસોસિએશન (યૂએસટીએ) ગ્રાન્ડ સ્લેમને ખાલી સ્ટેડિયમમાં કરાવવા પર વિચાર કરી છે. પાછલા વર્ષે યૂએસ ઓપનને જાવા માટે આશરે ૭.૪૦ લાખ ફેન્સ પહોંચ્યા હતા.
ફોર્બ્સે સૂત્રોના હવાલાથી લખ્યુ કે, પુરૂષોનું એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપીઞ) અને વુમન્સ ટેનિસ એસોસિએશન (ડબ્લ્યૂટીએ) વચ્ચે જલદી બેઠક થશે. તેમાં યૂએસ ઓપનનો નિર્ણય કરવામાં આવશે. હાલ યૂએસટીએ લોકલ અને સ્ટેટ્‌સ વહીવટી તંત્રના આદેશની રાહ જાઈ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.