આઇપીએલમા ખરાબ ફોર્મથી પરેશાન આન્દ્રે રસલે દારૂની બોટલ સાથે કરી પોસ્ટ

Sports
Sports

ન્યુ દિલ્હી,
કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૧૪માં તે અંદાજમાં દેખાઈ રહ્યો નથી, જેના માટે તે જાણીતો છે. રસલ પોતાની તાબડતોડ બેટિંગ માટે જાણીતો છે. પરંતુ ૈંઁન્ની આ સીઝનમાં હજુ સુધી તેનું બેટ કંઈક જાેઈએ તેવું જાદુ દેખાડી શકી નથી. આંદ્રે રસલે અત્યાર સુધી માત્ર એક ઈનિંગ સારી રમી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધની મેચમાં રસલે ફિફ્ટી મારી હતી. જાેકે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ૩૨ વર્ષના આ ઓલરાઉન્ડરે આ સીઝનમાં ૧૯.૬૬ની સરેરાશથી રન બનાવ્યા છે.
પાછલી છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ બેટિંગથી અસફળ રહ્યા પછી રસલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેણે દારૂની બોટલની સાથે પોતાનો ફોટો અપલોડ કર્યો છે. રસલે લખ્યું છે- ક્યારેક ઠીક ના હોવું પણ ઠીક હોય છે. તે સિવાય તેણે નીચે એક મેસેજ લખ્યો છે. રસલે દારૂનું એક ઈમોજી પોસ્ટ કરતા લખ્યું છે- આ દરેક સમયે મદદ કરે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી રસલ કેકેઆરની ટીમનો મહત્ત્વનો હિસ્સો રહ્યા છે. તેમણે પોતાના દમ પર ટીમને ઘણી મેચોમાં જીત અપાવી છે. રસલ અને દ્ભદ્ભઇને આશા છે કે તે જલદીથી પોતાના ફોર્મમાં પાછો આવી જશે. કોલકાતાની ટીમ આ વખતે જાેઈએ તેવા ખાસ ફોર્મમાં જાેવા મળી રહી નથી. છ મેચમાંથી માત્ર ૨ મેચોમાં ટીમે જીત મેળવી છે.
આંદ્રે રસલે ૈંઁન્માં ૮૦ મેચ રમ્યો છે. તેમણે ૨૮.૬૮ની સરેરાશથી ૧૬૩૫ રન બનાવ્યા છે. ૮૮ તેમનો બેસ્ટ સ્કોર રહ્યો છે. રસલે ૧૭૯.૬૭ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો રસલે ૬૮ વિકેટો લીધી છે. તેણે એક ઈનિંગમાં એક વખત ૪ અને ૫-૫ વિકેટો પણ લીધી છે. દેશમાં વધતા કોરોનાના કેસોને લીધે મ્ઝ્રઝ્રૈંએ ૈંઁન્ના ખિલાડીઓની બાયો બબલના નિયમો વધારે કડક કરી દીધા છે. હવે ખિલાડીઓ અને સપોર્ટ સ્ટાફને હવે દર બીજા દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આ પહેલા દર પાંચ દિવસે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતો હતો. આ સિવાય ખિલાડીઓએ માત્ર હોટલનું ખાવાનું ખાવું પડશે તેઓ બહારથી ખાવાનું મંગાવી શકશે નહીં. ટુર્નામેન્ટની શરૂઆતમાં પહેલા બહારનું ખાવાનું મંગવવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ હવે આ ર્નિણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.