ઘણા ખેલાડીઓને કોરોના થયા બાદ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરાઈ, બાકીની મેચને રી-શેડ્યુઅલ કરાશે

Sports
Sports 34

ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ આઈપીએલ 2021ની આ સીઝન મોકૂફ રાખવામાં આવી છે. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ માહિતી આપી હતી. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઈએ તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક બાદ તરત જ આઈપીએલ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલની લીગ મુલતવી રાખ્યા પછી બીસીસીઆઈનું નિવેદન આવ્યું કે તે લીગમાં સામેલ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય સભ્યોની સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડી અને કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા સભ્યો કોરોના સંક્રમિત થયા છે. બીબીસીઆઈએ કહ્યું હતું કે ટૂર્નામેંટ રદ્દ કરવી જરૂરી હતી કારણ કે અન્ય ખેલાડીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.