ટોક્યો ઓલમ્પિકમાં ખેલ ગામમાં કોરોનાનો પહેલો કેસ નોંધાવા પામ્યો

Sports
Sports

ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે.જેમાં ખેલ ગામ ખાતે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે.ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરી દીધા છે.આગામી 23 જુલાઈથી ટોક્યો ઓલમ્પિકની શરૂઆત થવાની છે.જેમાં રમત શરૂ થવાના થોડા દિવસ પહેલા કોરોનાનો કેસ સામે આવવાથી આયોજકો ચિંતામાં મુકાયા છે.13 જુલાઈના રોજ ખેલ ગામ ખોલવામાં આવ્યું હતું.જેમાં દરરોજ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે.ઓલમ્પિક માટે આશરે 11,000 અને 24 ઓગષ્ટથી શરૂ થનારા પેરાલમ્પિક માટે 4,400 એથલીટ્સ આવશે તેવી આશા છે.આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના કહેવા મુજબ ગામમાં આવનારા 80 ટકાથી વધુ લોકોને વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.