
આજથી આઈ.પી.એલની 16મી આવૃત્તિનો પ્રારંભ થશે
આજથી આઈ.પી.એલની ટી-20 લીગની 16મી આવૃત્તિનો પ્રારંભ થશે.જેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે.જેમાં 2019 બાદ પ્રથમવાર ટૂર્નામેન્ટ હોમ એન્ડ અવે ફોર્મેટમાં રમાશે.જેમાં આ વખતે તમામ ટીમો પો તાના હોમગ્રાઉન્ડ સિવાય અન્ય સ્થળોએ મેચ રમશે.આમ આ વખતે મુંબઈ ઉપરાંત દિલ્હી,કોલકાતા,હૈદરાબાદ,જયપુર,બેંગ્લોર,ચેન્નાઈ, લખનૌ,અમદાવાદ અને મોહાલી,ગુવાહાટી અને ધર્મશાળામાં પણ કેટલીક મેચો યોજાશે.જે આઈ.પી.એલની ઓપનિંગ સેરેમનીમા બોલિ વૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા,રશ્મિકા મંધાના અને ગાયક અરિજિત સિંહ પરફોર્મ કરશે.