
આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે
ભારતીય ટીમે વન ડે શ્રેણીમાં 3-0થી જીત હાંસલ કર્યા બાદ આજે ન્યુઝીલેન્ડ સામે ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં રમશે.જેમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ વિજયકૂચને આગળ ધપાવવાના ઈરાદા સાથે ઉતરશે.આમ ભારત ન્યુઝીલેન્ડ સામે છેલ્લા ત્રણ વર્ષથી એકપણ ટી-20 ઈન્ટરનેશનલ મેચ હાર્યું નથી.જે મેચ રાંચીમાં સાંજે 7.30 વાગ્યાથી પ્રારંભ થશે.જેમાં ઘરઆંગણાની ક્રિકેટમાં સારો દેખાવ કરનારા પૃથ્વી શોને ટી-20 ટીમમાં સ્થાન મળ્યું હતુ.ટી-20માં ભારતની ફાસ્ટ બોલિંગનો મદાર કેપ્ટન હાર્દિકની સાથે અર્ષદીપ તેમજ ઉમરાન મલિક અને શિવમ માવી પર રહેશે.જ્યારે અક્ષર પટેલની ગેરહાજરીમાં ચહલ અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ જોડીને ફરીવાર એકસાથે તક મળી શકે છે.જેમા વોશિંગ્ટન સુંદર પર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવવા માટેનો દાવેદાર મનાય છે.આમ સેન્ટનેરની કેપ્ટન્સીમાં ન્યુઝીલેન્ડની યુવા ટીમની ટક્કર ભારત સામે થશે.
ભારતીય ટીમ- હાર્દિક પંડ્યા (સુકાની),સૂર્યકુમાર યાદવ (ઉપસુકાની),ઈશાન કિશન (વિકેટકીપર),શુભમન ગિલ,દીપક હુડા,રાહુલ ત્રિપાઠી,જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર,કુલદીપ યાદવ,યુઝવેન્દ્ર ચહલ,અર્શદીપસિંહ,ઉમરાન મલિક,શિવમ માવી,પૃથ્વી શો અને મુકેશકુમારનો સમાવેશ કરવામાં આવ્યો.
ન્યુઝીલેન્ડની ટીમ- સેન્ટનેર (સુકાની),એલન,માઈકલ બ્રેસવેલ,ચેપમેન,ક્લેવર (વિ.કી.),કોન્વે (વિ.કી.),ડફી,ફર્ગ્યુસન,લિસ્ટર,મિશેલ,ફિલિપ્સ (વિ.કી.),રિપ્પોન,શિપ્લી,સોઢી અને ટિકનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.