
આજે ન્યુઝીલેન્ડ-ભારત વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે
વર્તમાનમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝની બીજી વન-ડે મેચ રાયપુરના શહિદ વીર નારાયણસિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમાશે.આ અગાઉ ભારતીય ટીમે પ્રથમ વન-ડેમાં 12 રનથી જીત મેળવતા ભારતીય ટીમ સિરિઝમાં 1-0થી આગળ છે.ત્યારે આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે બીજી વન-ડે જીતી સિરિઝ પર કબજો કરવાની તક છે.ત્યારે આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે રમાશે.આમ રાયપુરની પીચ બેટ્સમેનો માટે અનુકુળ માનવામાં આવે છે અને આશા છે કે ફરી એકવાર બેટ્સમેનોને પીચનો ફાયદો મળશે.જેમાં ઝડપી બોલરોને મેચના હાફ દરમિયાન સંભવિત ફાયદો થઈ શકે છે,જ્યારે મિડલ ઓવર્સમાં સ્પિનરોને પીચ ઉપયોગી થઈ શકે છે.આ સિવાતી ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ કરવાનું ઈચ્છશે.જેમાં ભારતીય ટીમ-રોહિત શર્મા (કેપ્ટન),શુભમન ગિલ,વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ,ઈશાન કિશન (વિકેટકીપર),હાર્દિક પંડ્યા,વોશિંગ્ટન સુંદર,કુલદીપ યાદવ,મોહમ્મદ સિરાજ,મોહમ્મદ શમી અને ઉમરાન મલિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ-ફિન એલન,ડેવોન કોનવે,હેનરી નિકોલ્સ,ડેરીલ મિશેલ,ટોમ લેથમ (વિકેટકીપર),ગ્લેન ફિલિપ્સ,માઈકલ બ્રેસવેલ,મિશેલ સેન્ટનર,હેનરી શિપલી,લોકી ફર્ગ્યુસન,બ્લેર ટિકનરનો ટીમમા સમાવેશ કરવામાં આવ્યો છે.