આજે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે ક્વોલિફાયર વન જીતનારી ટીમ ફાઈનલમાં પ્રવેશશે

Sports
Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ક્વોલિફાયર વનમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. જેમાં પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતુ. જ્યારે ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બીજા સ્થાને રહી હતી. આમ આવતીકાલની મેચને દિલ્હીની યુવા ટીમ સામે ચેન્નાઈના અનુભવી ખેલાડીઓના જંગ તરીકે જોવામાં આવી રહી છે. ક્વોલિફાયર વનમાં જીતનારી ટીમ આગામી તા.15મી ઓક્ટોબરે રમાનારી ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવશે. જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર-ટુમાં રમવાની તક મળશે. જેમાં તેની સામે બેંગ્લોર-કોલકાતા વચ્ચે રમાનારી એલિમિનેટર મેચની વિજેતા ટીમ હશે. દુબઈમાં આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30થી મેચનો પ્રારંભ થશે. દિલ્હી કેપિટલ્સની ટીમને પહેલી વખત આઇપીએલ ટાઈટલની તલાશ છે. બીજીતરફ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને ચોથા ટાઈટલની આશા છે. સુપર કિંગ્સની ગણના આઇપીએલના ઈતિહાસની સફળ ટીમોમાં થઈ રહી છે અને તેઓ આઠ વખત ફાઇનલ રમી ચૂકી છે. ચેન્નાઈની બેટીંગ લાઈનઅપ ઈનફોર્મ ગાયકવાડની સાથે ડુ પ્લેસીસ અને રાયડુ પર આધારિત છે. રૈના,જાડેજા,બ્રાવો અને ધોની જેવા ધુરંધરો મેચનું પાસુ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે. બીજીતરફ રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમની બેટીંગ પૃથ્વી શો અને ધવનની ઓપનિંગ જોડીની સાથે સાથે શ્રેયસ ઐયર તેમજ હેતમાયર પર ટકેલી છે. બંને ટીમોના બેટ્સમેનોએ આઇપીએલમાં શાનદાર ફોર્મ દેખાડયું છે અને હવે ખરાખરીના મુકાબલામાં તેઓ પર્ફોમન્સ આપીને ટીમને આગેકૂચ અપાવવા માટે ઉત્સુક છે. દિલ્હીની સફળતામાં અવેશ ખાન (22 વિકેટ),અક્ષર પટેલ (15 વિકેટ),રબાડા (13 વિકેટ) તેમજ નોર્ટ્જે (9 વિકેટ)નો ફાળો મહત્વનો રહ્યો છે. બીજીતરફ ચેન્નાઈની બોલિંગનો મદાર બ્રાવો અને જાડેજા પર રહ્યો છે. બ્રાવોએ 12 વિકેટ ઝડપી છે. જ્યારે દીપક ચાહર 13 અને જાડેજા 10 વિકેટ મેળવી ચૂક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.