આઈપીએલ સ્પોન્સર વીવોને લઈ કરાર રદ કરવાનો કોઈ જ ઈરાદો નથીઃ બીસીસીઆઈ

Sports
Sports

નવી દિલ્હી,
સમગ્ર દેશમાં ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે બીસીસીઆઈએ સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે, તેઓ આઇપીએલના પ્રયોજક વીવો સાથે પોતાનો કરાર રદ કરશે નહીં. બીસીસીઆઈએ હતું કે, તેઓ આગામી સમય માટે પોતાની સ્પોન્સર નીતિ પર સમીક્ષા કરવા માટે તૈયાર છે પરંતુ હાલના આઈપીએલ ટાઈટલ સ્પોન્સર વીવોને લઈને કરાર રદ કરવાનો કોઈ જ ઈરાદો નથી. સાથે બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ધુમલનું કહેવું છે કે, આઈપીએલ માં ચીની કંપનીથી રૂપિયા આવી રહ્યા છે જેનાથી દેશને ફાયદો થઇ રહ્યો છે,
ચીનને નહીં. લદાખમાં ભારત ચીન સીમા પર ગલવાનમાં બંને દેશો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી અને તણાવના કારણે દેશમાં ચીન વિરોધી માહોલ જાવા માટે મળી રહ્યો છે. ચાર દાયકાથી પણ વધારે સમય બાદ ભારત ચીન સરહદ પર થયેલી હિંસામાં ભારતીય સેનાના ઓછામાં ઓછા ૨૦ જવાનો શહીદ થઇ ગયા છે. ત્યારબાદ ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગણી વધી રહી છે. ધુમલે હતું કે, આઈપીએલ જેવી ભારતીય ટુર્નામેન્ટમાં ચીની કંપનીઓના સ્પોન્સરથી દેશને ફાયદો થઇ રહ્યો છે. બીસીસીઆઈ ને વીવો તરફથી વર્ષે ૪૪૦ કરોડ રૂપિયા મળે છે જેનો પાંચ વર્ષનો કરાર ૨૦૨૨માં પૂર્ણ થઇ જશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.