
વિરાટ કોહલીના રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડે તેવી શક્યતા જોવા મળી
આગામી સમયમાં ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલી મેદાનમાં ઉતરશે ત્યારે ઘણાં રેકોર્ડ તૂટવાની આશા જોવા મળી રહી છે.ત્યારે કોહલી ફાઈનલ મેચમાં ચાર રેકોર્ડ તોડી શકે છે.વિરાટ કોહલીએ અત્યારસુધી 108 ટેસ્ટ મેચોમા 8416 રન કર્યા છે.ત્યારે તે ફાઈનલમા વધુ 125 રન બનાવી લે તો તે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડી સર વિવિયન રિચાર્ડસના 8540 રનના રેકોર્ડને તોડી દેશે.આ સિવાય વિરાટ પાસે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના ટેસ્ટ રનને પાર કરવાની તક છે.સેહવાગના ટેસ્ટ ક્રિકેટમાં 8586 રન છે.તેના માટે કોહલીને 171 રન બનાવવાની જરૂર છે.વિરાટ પાસે ઓસ્ટ્રેલિયા સામે રાહુલ દ્રવિડના ટેસ્ટ રનને પાછળ છોડવાની પણ તક છે.ઓસ્ટ્રેલિયા સામે દ્રવિડે 60 ઇનિંગ્સમાં 2143 રન બનાવ્યા જેમાં 2 સદી અને 13 ફિફ્ટી સામેલ છે.જ્યારે કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 42 ઇનિંગ્સમાં 1979 રન બનાવ્યા છે.દ્રવિડનો રેકોર્ડ તોડવા માટે તેને વધુ 164 રન બનાવવા પડશે.આ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની નજર ટેસ્ટમાં રિકી પોન્ટિંગના 8 સદીના રેકોર્ડને તોડવા પર હશે.કોહલી, સ્મિથ અને સુનીલ ગાવસ્કરની સાથે પોન્ટિંગ આ લિસ્ટમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે.સચિન તેંડુલકર 11 સદી સાથે આ લિસ્ટમાં ટોપ પર છે.જો કોહલી અને સ્મિથ સદી ફટકારે છે તો આ લિસ્ટમાં તેઓ સચિન પછી બીજા નંબર પર પહોંચી જશે.