દુનિયાની આ ઘાતક ક્રિકેટ ટીમ પર ટી20 વર્લ્ડકપ પહેલા ક્રિકેટ રમવા પર લાગી શકે છે પ્રતિબંધ

Sports
Sports

દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ડિએન એલ્ગર, લિમીટેડ ઓવરોના કેપ્ટન તેમ્બા બવુમા અને મહિલા ટીમની કેપ્ટન ડાને વાન નિએર્કેકને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA)માં વહીવટી સંકટના કારણે સસ્પેન્ડ થવાનો ડર સતાવી રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા ટીમના કેપ્ટનને એ વાતનો ડર છે કે રમત વહીવટી તંત્રમાં સરકારના હસ્તક્ષેપના કરાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષધ ICC આ વર્ષે રમાનારા પુરુષ ટી20 વર્લ્ડકપ પહેલા ટીમને સસ્પેન્ડ ના કરી દે. આ કેપ્ટનોએ નિવેદનમાં હસ્તાક્ષર કર્યા છે જે દક્ષિણ આફ્રિકા ક્રિકેટર સંઘ તરફથી જાહેર કરવામાં આવ્યુ છે, જેમાં અધ્યક્ષ ખાયા ઝૉંડોના હસ્તાક્ષર છે.

નિવેદનમાં કહ્યું- વહીવટી સંકટ છેલ્લા 18 મહિનાથી ચાલી રહ્યું છે, અને હવે તે એ મૉડ પર આવી ગયુ છે, જ્યાં રમત મંત્રાલયે અધિકારિક રીતે આમાં હસ્તક્ષેપ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમે એ વાતનુ સન્માન કરીએ છીએ કે મંત્રીએ આ સંકટને ખતમ કરવા માટે ખુબ સંયમ રાખ્યો.

તેને કહ્યું- સરકારના રમતોમાં હસ્તક્ષેપ કરવાના ગંભીર પરિણામ આવી શકે છે જેની પુર્ણ સીમા વિશે અમે હજુ અમને નથી ખબર. હોઇ શકે છે કે આઇસીસી સીએસએને સસ્પેન્ડ કરી દે. આમને મહિલા ક્રિકેટને લઇને પણ ચિંતા વ્યક્ત કરી.

નિવેદનમાં કહ્યું- મહિલા ટીમે છેલ્લા 14 મહિનામાં ખુબ સફળતા હાંસલ કરી છે, અને હવે આને આગળ લઇ જવાની જરૂર છે. પુરુષ ટીમે નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવાનો છે, જેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. પરંતુ હાલમાં ક્રિકેટ વહીવટી તંત્રની સ્થિતિ આ સંબંધમાં અમારા કામને કમજોર કરે છે, એટલે સુધી કે આ કારણથી અમને આ ઇવેન્ટમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.