સિડનીમાં દર્શકોનો અભદ્ર વ્યવહાર નવી વાત નથીઃ અશ્વિન

Sports
Sports

ન્યુ દિલ્હી,
સિડની ટેસ્ટ ભારતીય ખેલાડીઓ પર થઈ રહેલી રંગભેદી કોમેન્ટસના પગલે વિવાદમાં ઘેરાઈ ચુકી છે. આજે મહોમંદ સિરાજ પર દર્શકોએ ફરી વખત રંગભેદી ટિપ્પણીઓ કર્યા બાદ પોલીસે ૬ દર્શકોને મેદાનમાંથી બહાર કાઢયા હતા.દરમિયાન ચોથા દિવસની રમતના અંતે ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને કહ્યુ હતુ કે, આવી કોમેન્ટ કરનારા વ્યક્તિનો ઉછેર કેવી રીતે થયો હશે તે આપણે સમજી શકીએ છે.
અશ્વિને કહ્યુ હતુ કે, સિડની માં આ પ્રકારનો વ્યવહાર પહેલી વખત નથી થયો.સિડનીમાં આવુ પહેલા પણ થતુ આવ્યુ છે.એક સમાજ તરીકે આપણે આટલી પ્રગતિ કરી ચુક્યા છે ત્યારે આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી.આવી વર્તણૂંક કરનારા સામે આકરા પગલા લેવાવા જાેઈએ.જેથી આગળ આવી ઘટના ના બને.ઓસ્ટ્રેલિયાનો મારો ચોથો પ્રવાસ છે અને સિડનીના મેદાન પર પહેલા પણ આવી ટિપ્પણીઓ થતી હોય છે.સિડનીમાં ખાસ કરીને આગલી હરોળમાં બેસતા દર્શકો અભદ્ર વ્યવહાર કરે છે અને ખેલાડીઓ માટે ખોટી વાત કરીને તેમને ઉશ્કેરે છે.
અશ્વિને કહ્યુ હતુ કે, જાેકે આ વખતે દર્શકોનો વ્યવહાર વધારે ખરાબ હતો.તેઓ પહેલા ગાળો આપતા હતા પણ આ વખતે રંગભેદી કોમેન્ટસ પણ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.