જાતિવાદ પર મહિલા ખેલાડીઓએ બતાવી શક્તિ, તમામ ખેલાડી બૂટ ઉતારી મેદાનમાં પહોંચી

Sports
Sports

ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ ટી20 લીગની મેચ આજથી શરૂ થઈ રહી છે. આ અગાઉ તમામ 8 ટીમની કેપ્ટન અને ખેલાડીઓએ જાતિવાદ વિરુદ્ધ એકજૂથતાનું પ્રદર્શન કર્યું હતું. બધી જ ખેલાડી બૂટ પહેર્યા વગર મેદાનમાં સર્કલ બનાવીને ઊભી રહી હતી. લીગ દરમિયાન બ્લેક લાઈવ્સ મેટર્સને પણ સપોર્ટ કરવામાં આવશે. લીગમાં વિન્ડીઝ મહિલા ખેલાડી સ્ટેફની ટેલર અને હેલી મેથ્યૂઝ પણ ભાગ લઈ રહી છે. આ લીગ 29 નવેમ્બર સુધી ચાલવાની છે. પ્રથમ દિવસે કુલ 4 મેચ રમાશે. આ અગાઉ વિન્ડીઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે આઈપીએલ દરમિયાન બ્લેક લાઈવ્સ મેટરને નજરઅંદાજ કરાઈ હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.