ભારતીય ટીમે સ્પિનર ચહલને ટીમમાં સામેલ કરવો જાેઇએઃ આકાશ ચોપરા

Sports
Sports

ચેન્નાઇ,
કેપ્ટન જાે રૂટની શાનદાર બેવડી સદી અને ત્યાર બાદ જેક લીચ-જેમ્સ એન્ડરસનની શાનદાર બોલિંગના કારણે ભારતે ૨૨૭ રને હરાવી દીધુ હતું. બીજા દાવમાં દુનિયાની સૌથી મજબૂત ગણાતી બેટિંગ લાઈન અપ માત્ર ૧૯૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાનુ આ ખરાબ પ્રદર્શન જાેઈને ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ સલાહ આપતા કહ્યું કે, ભારતે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવો જાેઈએ.
આકાશ ચોપરાએ ટવિટ કરીને કહ્યું કે, ભારતીય ટીમે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને જલદીમાં જલદી ટેસ્ટ ટીમમાં સામેલ કરવો જાેઈએ. બીજી ટેસ્ટમાં તે ઉપલબ્ધ નહીં રહી શકે પરંતુ બાયો બબલના કારણે તેને ત્રીજી ટેસ્ટમાં સામેલ કરી શકાય છે. ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં રમાશે. સિરીઝની પહેલી મેચ હાર્યા બાદ ભારતની ટીમ દબાણમાં આવી ગઈ છે, કારણ કે માત્ર એક હારના કારણે તે ૈંઝ્રઝ્રની ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગઈ છે. જ્યારે તેનાથી ઉલટુ ઈગ્લેન્ડ ચોથા સ્થાનેથી પહેલા સ્થાને પહોંચી ગઈ છે.
યુજવેન્દ્ર ચહલની વાત કરીએ તો તેમણે ૩૧ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેની ૪૮ પારીમાં તેમણે બોલિંગ કરી હતી જેમાં તેમને ૮૪ વિકેટ મળી છે. જેમા તેનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન ૪૪ રન આપીને ૬ વિકેટ છે. રન આપવાના મામલે ચહલ ઘણો કંજૂસ સાબિત થયો છે. તેની એવરેજ ૩.૦૬ની છે. પરંતુ આ થોડી હેરાન કરવા જેવી વાત છે કે, લગભગ પાંચ વર્ષ પહેલા વન ડેમાં ડેબ્યુ કરનાર ચહલને હજુ ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.