ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત નોંધાવી ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

Sports
Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

જસપ્રીત બુમરાહની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પર્થમાં ઈતિહાસ રચ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ દાવમાં 150 રન બનાવનાર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી ઈનિંગ 487/6 રનના સ્કોર પર ડિકલેર કરી અને ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો. આ પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ બીજા દાવમાં માત્ર 238 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં 295 રનથી હરાવીને મોટો ઈતિહાસ રચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.