બેંગ્લોર લોકડાઉનમાં ફસાયા હતા ભારતીય હોકી ટીમના ખેલાડીઓ, ઘરે પરત ફર્યા

Sports
Sports

નવી દિલ્હી,
કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું ત્યારે ભારતના હોકી ખેલાડીઓ બેંગલોરના સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇÂન્ડયાના કેમ્પમાં હતા પરંતુ તેઓ ત્યાં પરેશાન થઈ ગયા અને હોમસિકનેસથી પીડાતા હતા. એવામાં લોકડાઉનમાં રાહત મળતા તેમને એક મહિનાનો બ્રેક આપવામાં આવ્યો છે અને હવે આ ખેલાડીઓ પોતપોતાના વતન પરત ફરી ગયા છે. ભારતની મેન્સ અને વિમેન્સ હોકી ટીમના ખેલાડીઓ ૨૫મી માર્ચથી બેંગલોર ખાતે સાઈના કેમ્પમાં હતા. એ જ સમયે કોરોના વાયરસને કારણે સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. આમ કોઈ ફ્લાઇટ કે અન્ય કોઈ મુસાફરીના સાધનો ઉપલબ્ધ ન હતા. આ સંજાગોમાં તમામ ખેલાડી બેંગલોરના સાઈ સેન્ટરમાં જ ફસાઈ ગયા હતા. શુક્રવારે કેટલાક ખેલાડીને બાદ કરતાં બાકીના ખેલાડીઓ પોતાના વતન પહોંચી ગયા હતા કેમ કે તેમને એક મહિનાનો બ્રેક આપવામાં આવ્યો છે. ભારતીય હોકી સંઘના પ્રમુખ મોહમ્મદ મુસ્તાક અહેમદે જણાવ્યું હતું કે ટીમના ચીફ કોચ સાથે મસલત કર્યા બાદ એવો નિર્ણય લેવાયો હતો કે ખેલાડીઓને એક મહિનાના બ્રેકની જરૂર છે અને તેમને આ માટે મંજૂરી અપાઈ હતી. જાકે તમામ ખેલાડીને લોકડાઉન અને કોરોનાને લગતી સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવાની સૂચના અપાઈ હતી. આ દરમિયાન તેમણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. અમને ગર્વ છે કે આવી કપરી પરિસ્થતિમાં ખેલાડીઓએ ત્રણથી ચાર મહિના સંયમ જાળવીને કેમ્પમાં હાજરી આપી હતી અને જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. ગયા સપ્તાહે હોકી ખેલાડીઓએ રમત પ્રધાન કિરણ રિજીજુ સાથેની વાતચીતમાં હોમસિકનેસની ફરિયાદ કરી હતી. જાકે ગોલકીપર સુરજ કારકેરા, મહિલા ટીમની ખેલાડીઓ વંદના કટારિયા, સુશીલા ચાનુ અને લાલરેમસિયામી સાઇ સેન્ટરમાં જ રોકાઈ ગયા છે. સુરજ મુંબઈનો છે જ્યાં હજી કોરોનાની પરિસ્થતિ પર અંકુશ આવ્યો નથી જ્યારે બાકીની ત્રણ ખેલાડીઓના રાજ્યમાં લોકડાઉન જારી હોવાથી તે જઈ શકી ન હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.