આઇસીસીએ પોલ કરીને બેસ્ટ કવર ડ્રાઇવ વિશે ફેન્સને પૂછ્યું

Sports
Sports

દુબઇ,
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હંમેશા પોતાના ફેન્સ સાથે જાેડાયેલા રહેવા માટે કંઇકને કંઇક નુસ્ખા કરતુ રહે છે. હંમેશા તે ક્રિકેટ સાથે જાેડાયેલા મુદ્દાઓ પર ફેન્સમાટે પૉલ પણ કરતુ રહે છે. આ ક્રમમાં તાજેતરમાં આઇસીસીએ બેસ્ટ કવર ડ્રાઇવ માટે પૉલ કર્યો હતો.
ખરેખરમાં આઇસીસીએ પૉલ મારફતે ફેન્સને પુછ્યુ હતુ કે ભારતના વિરાટ કોહલી, પાકિસ્તાનની બાબર આઝમ, ઇંગ્લેન્ડના જૉ રૂટ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનમાંથી કોનુ કવર ડ્રાઇવ વધુ સારુ છે.
આઇસીસીના આ પૉલમાં ફેન્સે વિલિયમસન અને જૉ રૂટના કવર ડ્રાઇવમાં વધુ રૂચિ ન હતી બતાવી, પરંતુ કોહલી અને બાબર આઝમની વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી હતી.
આઇસીસીના આ પૉલમાં જૉ રૂટે માત્ર ૧.૧ ટકા મત મળ્યા. કેન વિલિયમસનને ૭.૧ ટકા મત મળ્યા. વળી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ પૉલમાં ૪૫.૯ ટકા મત મળ્યા જ્યારે પાકિસ્તાનના બાબર આઝમને ૪૬ મત મળ્યા હતા. આમ આ પૉલમાં બાબર આઝમ વિજેતા થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.