કાલથી શરૂ થનાર પ્રથમ મેચમાં વરસાદનું વિઘ્ન જોવા મળશે

Sports
Sports

દ.આફ્રિકા અને ભારત બંનેની ફ્રીડમ સીરિઝ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ સીરિઝ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનના જોખમ વચ્ચે યોજાઈ રહી છે. આ જ કારણે ટીમો જુદા-જુદા મેદાન પર પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય ટીમ સુપરસ્પોર્ટ પાર્કમાં ટ્રેનિંગ કરી રહી છે. અહીં 3 મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ રવિવારથી શરૂ થશે.

જ્યારે યજમાન ખેલાડીઓ વાન્ડરર્સ (જ્હોનિસબર્ગ)માં પ્રેક્ટિસ કરી રહ્યાં છે, જ્યાં બીજી ટેસ્ટ રમાશે. સેન્ચુરિયન-જ્હોનિસબર્ગ બંને ગૌતેંગ પ્રદેશમાં આવે છે. જ્યાં હાલમાં જ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ અનુસાર, વર્ષના અંતિમ દિવસોમાં પણ વરસાદ પડી શકે છે. જોકે સંપૂર્ણ દિવસ વરસાદ નહીં પડે, તેથી અમુક અંશે રમત જોવા મળી શકશે. હવામાનને કારણે સુપરસ્પોર્ટ પાર્કની પિચનો મિજાજ અલગ જ જોવા મળી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.