
આજથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે
આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ શરુ થશે.જેમા આ ફાઈનલ મેચ જીતવાની સાથે વિશ્વને નવો ટેસ્ટ બોસ મળશે. આ સાથે ભારતની નજર આઈ.સી.સી ટાઇટલના છેલ્લા 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવા પર રહેશે.આમ ભારતે છેલ્લે વર્ષ 2013માં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.જે મેચ આજથી ઈંગ્લેન્ડના ઓવલના મેદાનમા રમાશે.ઓસ્ટ્રેલિયા 2021-23ની 9 ટેસ્ટમાંથી 66.67 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે,જ્યારે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમવાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમશે.જ્યારે ભારત બીજીવાર ફાઈનલમાં રમશે.આ પહેલા ભારતીય ટીમને છેલ્લે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે આ વખતે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત પાસે ફરી એકવાર વિજેતા બનવાની તક છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ- પેટ કમિન્સ,સ્કોટ બોલેન્ડ,એલેક્સ કેરી,કેમેરોન ગ્રીન,માર્કસ હેરિસ,જોશ હેઝલવુડ,ટ્રેવિસ હેડ,ઉસ્માન ખ્વાજા,માર્નસ લાબુશેન,નાથન લિયોન,જોશ ઈંગ્લિસ,ટોડ મર્ફી,સ્ટીવ સ્મિથ,મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નરનો સમાવેશ કરાયો છે.
ભારતની ટીમ-રોહિત શર્મા,રવિચંદ્રન અશ્વિન,કે.એસ ભરત,શુભમન ગિલ,રવિન્દ્ર જાડેજા,વિરાટ કોહલી,ઈશાન કિશન,ચેતેશ્વર પૂજારા,અક્ષર પટેલ,અજિંક્ય રહાણે,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ,શાર્દુલ ઠાકુર,જયદેવ ઉનડકટ અને ઉમેશ યાદવનો સમાવેશ કરાયો છે.