ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ બુધવારે રમાશે

Sports
Sports

અમદાવાદ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી૨૦ સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝના શરૂઆતી બે મુકાબલામાં એક મુકાબલો ન્યૂઝીલેન્ડ અને એક ટીમ ઈન્ડિયાના નામે રહ્યો છે. તેવામાં અમદાવાદમાં રમાનારી ત્રીજી મેચ આ સિરીઝનો નિર્ણય કરશે.

અમદાવાદમાં આ પહેલા છ ટી૨૦ મેચ રમાઈ છે, તેમાંથી ભારતને ચારમાં જીત મળી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડયો છે. જે બે મુકાબલામાં ટીમ ઈન્ડિયાને અહીં હાર મળી, તે મેચ એકતરફી રહી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી રમાયેલા ટી૨૦ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં બેટરોનો જલવો રહ્યો છે. ૬ મેચની ૧૨ ઈનિંગમાં ૧૦ વખત ૧૫૦ રન બન્યા છે. તેમાંથી ૫ વખત ટીમોએ ૧૮૦ નો સ્કોર કર્યો છે. અહીંનો સર્વોચ્ચ સ્કોર ૨૨૪ રન રહ્યો છે. આ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની વરસાદ થાય છે. બેટરોને મદદગાર વિકેટ પર એક ફેબ્રુઆરીએ રમાનાર આ મુકાબલામાં રનનો વરસાદ થવાનો છે.

અહીં અત્યાર સુધી રમાયેલી છ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચમાં ત્રણ વખત પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે અને ત્રણ વખત બાદમાં બેટિંગ કરનારી ટીમને જીત હાથ લાગી છે. પરંતુ બાદમાં બેટિંગ કરનારી ટીમોએ જે મેચ જીતી છે, તે એકતરફી અંદાજમાં જીત મેળવી છે. તેવામાં અહીં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગનો નિર્ણય કરી શકે છે. મેચ દરમિયાન અમદાવાદનું હવામાન ક્રિકેટ રમવા માટે અનુકૂળ રહેશે. એટલે કે ન વધુ ઠંડી હોય ન વધુ ગરમી. તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે. વરસાદની કોઈ શકયતા નથી એટલે કે દર્શકોને સંપૂર્ણ મેચનો આનંદ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.