બીસીસીઆઈએ કોહલીનો નેટ પ્રેકટીશ દરમ્યાન બેટીંગ અભ્યાસ કરતો વિડીયો શેર કર્યો

Sports
Sports

લંડન,
ટીમ ઇન્ડીયા અને કાઉન્ટી ઇલેવન વચ્ચે ડરહમમાં પ્રેકટીશ મેચ રમાઇ રહી છે. જેમાં વિરાટ કોહલી ભાગ નથી લઇ રહ્યો. ભારતીય ટીમના બોલરોએ કાઉન્ટી ઇલેવન સામેની મેચ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ છે. જાેકે વિરાટ કોહલીએ પ્રેકટીશની બાબતમાં કોઇ જ કચાસ બાકી રહી નથી. તે નેટ પ્રેકટીશ કરી રહ્યો છે. સાથે જ એ દરમ્યાન શાનદાર શોટ્‌સ લગાવવાની પ્રકટીશ કરી રહ્યો છે.
બીસીસીઆઈએ વિરાટ કોહલીના અભ્યાસનો વિડીયો શેર કર્યો છે. જેમાં તે બેટીંગ અભ્યાસ દરમ્યાન શોટ્‌સ લગાવી રહ્યો છે. તે ખૂબ સરસ રીતે બોલને મીડલ કરતો પણ વિડીયોમાં જાેઇ શકાય છે. વિરાટ કોહલીને પીઠમાં જકડાઇ જવાની ફરીયાદ રહેતા, તેને કાઉન્ટી ઇલેવન સામેની મેચથી આરામ અપાયો છે. વિરાટ કોહલીને મ્ઝ્રઝ્રૈં ની મેડીકલ ટીમે આરામ આપવા માટેનો ર્નિણય લીધો હતો.
વિરાટ કોહલીના કાઉન્ટી ઇલેવન સામે નહી રમવાને લઇ સવાલો ઉઠવા લાગ્યા હતા. જાેકે ત્યાર બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું, વિરાટ કોહલીએ સોમવારે સાંજે પીઠમાં જકડાઇ જવાનો અહેસાસ કર્યો હતો. જેને લઇ બીસીસીઆઈની મેડીકલ ટીમ દ્વારા તેને ત્રણ દિવસીય ફર્સ્ટ ક્લાસ મેચથી આરામ આપવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જ કહ્યુ હતુ કે, અજીંક્ય રહાણેને ડાબા પગની માંશપેશીઓની આસપાસ હળવો સોજાે જણાયો છે.
આગામી ૪ ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમવાની શરુઆત થનારી છે. બંને દેશોની ટીમ વચ્ચે ૫ ટેસ્ટ મેચ રમાનારી છે. આ માટે ઇંગ્લેન્ડે તેમની ક્રિકેટ ટીમ ઘોષીત કરી દીધી છે. જ્યારે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંત હવે કોરોના સંક્રમણથી સ્વસ્થ થઇ ચુક્યો છે. તે આગામી બીજી અભ્યાસ મેચમાં સામેલ થશે. ભારતીય ટીમ ઉ્‌ઝ્ર હ્લૈહટ્ઠઙ્મ હાર્યા બાદ હવે ટેસ્ટ શ્રેણી જીતવા મહેનત કરી રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.