43 વર્ષના ‘કંજૂસ’ બોલરે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં આજ સુધી કોઈ બોલર નથી કરી શક્યું આવી બોલિંગ

Sports
Sports

T20 વર્લ્ડ કપમાં પાપુઆ ન્યૂ ગિની અને યુગાન્ડા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં યુગાન્ડાના 43 વર્ષીય બોલરે વર્લ્ડ કપમાં નવો ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં યુગાન્ડાની તરફથી ખૂબ જ સારી બોલિંગ જોવા મળી હતી. જેના કારણે પાપુઆ ન્યુ ગિનીની ટીમ 19.1માં માત્ર 77 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં યુગાન્ડાના 43 વર્ષીય સ્પિન બોલર ફ્રેન્ક ન્સુબુગાએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી અને T20 વર્લ્ડ કપમાં નવો ઈતિહાસ રચ્યો. ફ્રેન્ક નસુબુગાએ આ મેચમાં 4 ઓવરમાં 4 રન આપીને 2 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી કોઈ બોલર આટલી શાનદાર બોલિંગ કરી શક્યો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.