સિડની ટેસ્ટમાં ખરાબ વર્તન કરવા બદલ ટીમ પેને અશ્વિનની માફી માંગી

Sports
Sports 45

સિડની,
ભલે ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ છે પરંતુ આ ડ્રો મેચ માટે ભારતીય ખેલાડીઓએ લગાવેલા એફર્ટની ભારે પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ કરેલા કારનામાની નિંદા થઈ રહી છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ભારત સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન કરેલા વર્તન પર માફી માગી છે. પેને કહ્યું છે કે તેમની કેપ્ટનશીપ સારી નહોતી અને રવિચંદ્ર અશ્વિન સાથેના વ્યવહારથી તેઓ મૂર્ખ સાબિત થયા. પેને એ સમયે નિદાઓનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે અશ્વિન સાથે ખરાબ વ્યવહાર કર્યો જ્યારે તે હનુમા વિહારી સાથે મળીને ભારતને હારથી બચાવવા માટેની કોશિશ કરી રહ્યો હતો.
ભારતીય ટીમે ૪૦૭ રનના લક્ષ્યનો પીછો કરીને મેચ ડ્રો કરાવવામાં સફળતા મેળવી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહ્યું કે મેચ દરમિયાન ઘણી વખત તેમનું ધ્યાન ભટકાવ્યું, તેઓ ગુસ્સામાં પણ હતા અને ઉત્તેજીત પણ હતા. પેને ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ માટે નહોતું આવવાનું પણ તે આવ્યો અને કહ્યું, “મેં મેચ પછી તરત તેમની (અશ્વિન) સાથે વાત કરી, જુઓ અંતમાં એવું લાગ્યું જાણે હું મૂર્ખ છું, શું મે આવું નથી કર્યું? તમે મોઢું ખોલો છો પછી કેચ છોડી દો છો.”
પેને કહ્યું કે તેમણે મીડિયા સાથે વાત કરવાનો ર્નિણય કર્યો કારણ કે તેમણે કાલની કેટલીક વાતો સ્પષ્ટ કરવાની હતી. “હું આ ટીમની આગેવાની કરવાની મારી રીત પર ગર્વ અનુભવું છું, માટે કાલે જે ઘટનાઓ બની, જેના માટે માફી માગવા માગું છું.
તેમણે કહ્યું, “કાલે હું મારી આશાઓ અને ટીમના સ્તર પર ખરો ના ઉતર્યો.” પેને જણાવ્યું કે તેનું વર્તન એ પ્રકારનું નહોતું કે જેવું વર્તન ઓસ્ટ્રેલિયાની આગેવાની કરવા માગે છે. તેમણે કહ્યું, “હું ગઈકાલની ઘણી ભૂલો માટે માફી માગવા માગુ છું. નિશ્ચિત રીતે આ એ છબી નહોતી કે જેના આધારે ટીમની આગેવાની કરવાની હોય.”
અમ્પાયરના ર્નિણયનો વિરોધ કરવા બદલ પેનની ફીસમાંથી ૧૫% દંડ કાપવામાં આવ્યો હતો. પેને અમ્પાયરો સાથેના વર્તન માટે માફી માગી. તેમણે કહ્યું, “મે જે પ્રકારનું વર્તન કર્યું તેના માટે ઘણો જ નિરાશ છું. બીજા દિવસની શરુઆતમાં જે રીતે અમ્પાયર સાથે વાત કરી તે પણ અસ્વીકાર્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.